Home Honesty – પ્રામાણિકતા

Honesty – પ્રામાણિકતા

by

Loading

પ્રખ્યાત શિક્ષણશાસ્ત્રી અને સમાજસુધારક અશ્વિનીકુમાર દત્ત ભણવામાં કુશાગ્ર હતા. સખત મહેનતુ હોવાના કારણે તેઓ ફક્ત ૧૪ વર્ષની ઉંમરે જ ઈન્ટરમીડિયેટ કક્ષામાં પહોંચી ગયા. ત્યાં એમને ખબર પડી કે વિશ્વવિદ્યાલયમાં ઉચ્ચ અધ્યયન માટે ઓછામાં ઓછી ૧૬ વર્ષની ઉંમર હોવી જરૂરી છે. તેમણે આ અંગે પોતાના મિત્રો સાથે ચર્ચા કરી ત્યારે તેમણે સલાહ આપી કે ખોટી ઉંમર લખીને પરીક્ષા આપી છે. તેમણે એ પ્રમાણે કર્યું અને વિશ્વવિદ્યાલયમાં પ્રવેશની તેમને મંજૂરી પણ મળી ગઈ, પરંતુ પછીથી તેમને પોતે ખોટું કર્યા બદલ દુખ થયું. તેઓ જે તે વિભાગના અધ્યક્ષને મળ્યા. તેમણે તેમની ઈમાનદારીની પ્રશંસા કરીને એ બાબતમાં ચિંતા ન કરવાનું કહ્યું એમ છતાં તેમણે શાંતિ ન મળી. આથી તેઓ કુલસચિવને મળ્યા. ત્યાંથી પણતેમને એવો જ જવાબ મળ્યો. ત્યારે પ્રાયશ્ચિત્ત રૂપે તેમણે બે વર્ષ સુધી પોતાનો અભ્યાસ બંધ રાખ્યો અને જ્યારે તેઓ ૧૬ વર્ષના થયા ત્યારે જ તેમણે ફરીથી અભ્યાસ શરૂ કર્યો. આ બાબતમાં તેમને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે સન્માન મેળવવા માટે આપણું આચરણ પારદર્શક હોવું જોઈએ. બેઈમાનીથી મેળવેલી સફળતા કોઈને સન્માર્ગે વાળી શકતી નથી.

Reference:- Yug Shakti Gaytri – Gujarati, Jun-21