Home Ideal Values – આદર્શ મૂલ્યો

Ideal Values – આદર્શ મૂલ્યો

by

Loading

સરહદના ગાંધી” તરીકે ઓળખાતા અબ્દુલ ગફારખાં એક વખત જેલની સજા ભોગવી રહ્યા હતા. અંગ્રેજ સરકારે તેમને સશ્રમ કારાવાસની સજા કરી હતી. દરરોજ તેમને ૨૦ શેર ઘઉં દળવા પડતા હતા. જો તેઓ દળી ન શકે તો સિપાઈઓ નિર્દયતાપૂર્વક તેમને યાતના આપતા હતા. એક દયાળુ અધિકારીથી તેમની એવી સ્થિતિ ન જોઈ શકાઈ. તે અનાજ દળાવવાની વ્યવસ્થાનો અધિકારી હતો, તેથી તેણે એક દિવસ ૧૦ શેર ઘઉંમાં ૧૦ શેર લોટ ભેળવી દીધો અને અબ્દુલ ગફારખાંના કાનમાં કહ્યું કે જ્યારે મોટા અધિકારી અહીંથી પસાર થાય ત્યારે તમે ઘંટી ફેરવતા રહેજો. એમાં અડધો લોટ છે, તેથી તમને બહુ મુશ્કેલી નહિ પડે. અબ્દુલ ગફારખાં તે દયાળુ અધિકારીના પ્રેમ બદલ તેનો આભાર માન્યો અને કહ્યું કે આ લોટ તમે પાછો લઈ લો. અધિકારીની આંખમાં ધૂળ નાખવાથી શરીરનું કષ્ટ તો ઓછું થઈ જશે, પરંતુ કપટ કરવાના કારણે આત્મા પર જે મેલ ચઢશે એને કોઈ પણ રીતે દૂર નહિ કરી શકાય.

Reference:- Yug Shakti Gaytri – Gujarati, Jun-21