113
એકવાર સીતામાતાએ પ્રસન્ન થઈને હનુમાનજીને મોતીઓનો એક હાર આપ્યો. થોડીવાર પછી જોયું કે હનુમાનજીને મોતીઓને દાંતથી તોડીને જમીન પર ફેકી દેતા હતા. આ જોઈને સીતામાતાને ક્ષણિક ક્રોધ આવી ગયો. તેમણે કહ્યું કે અરે હનુમાન ! તમે આ શું કરો છો? છેવટે તો તમે વાનર જ રહ્યા. મોતીઓના આટલા કીમતી હારને નષ્ટ કરી નાંખ્યો. આવું સાંભળતાંજ હનુમાનજીની આંખોમાં આંસુ આવી ગયાં. તેમણે કહ્યું કે માતા! હુંતો માત્ર એટલુંજ જોતો હતો કે આ મોતીઓમાં મારા આરાધ્ય પ્રભુ શ્રીરામ અને માતા સીતા છે કે નહિ? તમારા બંને વગર આ તુચ્છ મોતીઓનું મારા માટે કોઈ મૂલ્ય નથી. હનુમાનજીનાં આવાં નિર્દોષ અને ભક્તિપૂર્ણ વચનો સાંભળીને સીતાજીનું હૃદય દ્રવી ગયું. તેમણે હનુમાનજીના માથે હાથ મૂકીને તેમને આશીવાદ આપ્યા.
Reference:- Yug Shakti Gaytri – Gujarati, Jun-21