કટકમાંકોલેરાનો ખૂબ પ્રકોપ હતો. ઉડિયા બજાર મહોલ્લામાં તેનોપ્રકોપ સૌથી વધારે હતો કારણ કે ત્યાંના લોકોસફાઈનું બિલકુલ ધ્યાન રાખતા ન હતા. ત્યાંનાલોકોની દયનીય દશા જોઈને કેટલાકસેવાભાવી છોકરાઓને ખૂબ દુખ થયું. આથી તેઓ ટુકડી બનાવીનેતે મહોલ્લાની સફાઈ કરવા લાગ્યા. સફાઈ થઈ ગયા પછીતેઓ રોગીઓની સેવા કરવા લાગ્યા. એ ટુકડીના આગેવાન સુભાષચંદ્ર બોઝ હતા. એવખતે તેમની ઉંમર બાર વર્ષનીહતી. તેમની ટુકડીની સેવાના લીધે લોકો સાજાથવા લાગ્યા અને તેઓ બચીગયા, પરંતુ ત્યાં રહેતા હૈદરખાં નામના એક ગુંડાને તેમનુંઆ સેવાકાર્ય ગમતું ન હતું. તેણેજોયું કે એ છોકરાઓબાબુપાડા નામના મહોલ્લાના છે, જ્યાં મોટાભાગના વકીલો રહેતા હતા. આ વકીલોનાકારણે જ મારે જેલજવું પડે છે આવુંવિચારીને તે એ મહોલ્લાનાલોકો પ્રત્યે શત્રુતા રાખતો હતો. આથી તેપોતાના મહોલ્લાના લોકોને એ છોકરાઓની સેવાનલેવાનું કહેતો હતો. તે ગુંડોહતો, તેથી લોકો તેનીવાત માનીને સેવા લેવાની નાપાડતા હતા. આથી છોકરાઓવધારે વિનમ્રતાપૂર્વક પ્રેમથી સેવા કરતા હતા. નસીબ જોગે ત્રણચાર દિવસોમાંજ હૈદરખાંના છોકરાને કોલેરા થઈ ગયો. સુભાષબાબુનીઆખી ટોળી હૈદરખાને ત્યાંગઈ અને ત્યાં સફાઈતથા સેવા કરવામાં લાગીગઈ. એ જોઈને હૈદરઅવાફ થઈ ગયો. તેનામનમાંથી શત્રુતાનો ભાવ નષ્ટ થઈગયો. તેણે કહ્યું કેછોકરાઓ! હું તો ગુંડોછું અને તમારો દુશ્મનછું. સુભાષબાબુએ કહ્યું કે આ રોગીઅમારો ભાઈ છે, આથીતેનો પિતા અમારો શત્રુનહોઈશકે. આવું સાંભળીને હૈદરગળગળો થઈ ગયો. તેણેબાળકોની માફી માગી. તેનુંહૃદયપરિવર્તન થઈ ગયું. આથીતે પણ એ બાળકોનીસાથે સેવાકાર્યોમાં જોડાઈ ગયો.
Reference:- Yug Shakti Gaytri – Gujarati, Jun-21