Home Real Theism – વાસ્તવિક ધર્મવાદ

Real Theism – વાસ્તવિક ધર્મવાદ

by

Loading

એક માણસને કોઈએ કહ્યું કે ગણેશની પૂજા કરવાથી ઘરમાં ધનધાન્યની વૃદ્ધિ થાય છે. એણે બીજા જ દિવસે પોતાના ઘરમાં ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી અને તેમની પૂજા કરવાનું શરૂ કરી દીધું. તે દરરોજ ગણેશજીની મૂર્તિની સામે બેસીને પૂજાપાઠ, આરતી, સ્તોત્ર વગેરે કરતો. આમ પૂજા કરતાં ઘણાં વર્ષો વીતી ગયાં, પરંતુ તેની આર્થિક સ્થિતિમાં કોઈ સુધારો થયો. એક દિવસ તે નારાજ થઈ ગયો. તેણે ગુસ્સે થઈને ગણેશજીની મૂર્તિને ત્યાંથી ખસેડી દીધી અને તેમની જગ્યાએ માતા લક્ષ્મીની મૂર્તિની સ્થાપના કરી દીધી. બીજા દિવસે તેણે પૂજા કરતી વખતે અગરબત્તી સળગાવી. એ વખતે તેના મનમાં વિચાર આવ્યો કે તેનો સુગંધિત ધુમાડો ગણેશજીને ના મળવો જોઈએ. આથી તેણે રૂનાં બે પૂમડાંલઈને ગણેશજીની મૂર્તિની સૂંઢમાં ખોસી દીધાં. આથી ગણેશની પ્રતિમા હસવા લાગી. એટલે પેલો માણસ ગભરાયો. ત્યારે મૂતિએ કહ્યું કે જ્યાં સુધી તું મને જડ માનતો હતો ત્યાં સુધી હું તારા માટે જડ ભગવાન રહ્યો, પરંતુ જ્યારે તે મને જીવંત માન્યો ત્યારે તને મળવા માટે મારે આવવું પડ્યું.

Reference:- Yug Shakti Gaytri – Gujarati, Jun-21