Home True Devotion – સાચી ભક્તિ

True Devotion – સાચી ભક્તિ

by

Loading

શિકારની શોધમાં ભટકતો શબર નીલપર્વતની ગુફામાં પહોંચી ગયો. ત્યાં ભગવાનો નીલમાધવની મૂર્તિનાં દર્શન કરતાં જ શબરના હૃદયમાં ભક્તિભાવનાનું ઝરણું ફૂટી નીકળ્યું. આથી તે હિંસા છોડીને ઉપાસના કરવા લાગ્યો.એ દિવસોમાં માળવાના રાજા ઈન્દ્રપ્રદ્યુમ્ન કોઈ તીર્થમાં મંદિર બનાવડાવવા ઈચ્છતા હતા. તેમણે એ માટે શ્રેષ્ઠ સ્થાન શોધવા માટે પોતાના મંત્રી વિદ્યાપતિને મોકલ્યા. વિદ્યાપતિએ તપાસ કર્યા પછી રાજાને નીલપર્વત પર શબર ભગવાન નીલમાધવની જે મૂર્તિની પૂજા કરતો હતો તેના વિશે વાત કરી.. વિદ્યાપતિ રાજા ઇન્દ્રપ્રદ્યુમ્નને તે ગુફાની પાસે લઈ ગયા, પરંતુ તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે મૂર્તિ અદૃશ્ય થઈ ગઈ હતી. આથી રાજાને ખૂબ ક્રોધ આવ્યો. તેમને ગુસ્સે થયેલા જોઈને વિદ્યાપતિએ કહ્યું કે રાજ! આપ અહીં કેવી ભાવના લઈને આવ્યા છો ? ગુસ્સો શાંત થતાં રાજાએ કહ્યું કે મારા મનમાં એવો ભાવ હતો કે આ શબરને અહીથી કાઢી મૂકીને એક ભવ્યમંદિરની સ્થાપના કરીશ. વિદ્યાપતિએ કહ્યું કે રાજનું! ભગવાને ભવ્યતાના નહિ, પરંતુ ભક્તિની ભૂખ્યા છે. તેથી તેઓ શબરને તો દર્શન આપે છે, પરંતુ આપની સામે અંતધ્યાન થઈ ગયા છે. ભગવાન સમદર્શી છે. તેઓ ભક્તના હૃદયની ભાવનાને જ જુએ છે.રાજાએ પોતાની ભૂલ સુધારી. તેમણે ભગવાન પાસે ક્ષમાયાચના કરી અને શબરને સંપૂર્ણ સન્માન આપીને એ જગ્યા પર ભગવાન જગન્નાથજીના મંદિરનું નિર્માણ કરાવ્યું. આજે પણ ભગવાન તે મંદિરમાં સાક્ષાત્ વિરાજમાન છે એવું માનવામાં આવે છે.

Reference:- Yug Shakti Gaytri – Gujarati, Jun-21