મધમાખીઓ મધના રૂપમાં અમૃત તૈયાર કરનારા એક અદ્ભુત જીવ છે. મધ આપણા સ્વાથ્ય માટે વરદાનરૂપ છે. મધમાં જીવનને ટકાવી રાખનારાં અનેક તત્ત્વો હોય છે. મધ પેદા કરવા ઉપરાંત મધમાખીઓમાં બીજી અનેક વિશેષતાઓ હોય છે, જે તેને એક વિશિષ્ટ જીવ બનાવે છે. તે પર્યાવરણના સંતુલનમાં વિશેષ ભૂમિકા નિભાવે છે.