Home Environment મધમાખીઓનો અદ્ભુત સંસાર

મધમાખીઓનો અદ્ભુત સંસાર

by Akhand Jyoti Magazine

મધમાખીઓ મધના રૂપમાં અમૃત તૈયાર કરનારા એક અદ્ભુત જીવ છે. મધ આપણા સ્વાથ્ય માટે વરદાનરૂપ છે. મધમાં જીવનને ટકાવી રાખનારાં અનેક તત્ત્વો હોય છે. એમાં ૮૦% શર્કરા અને ૨૦% પાણી હોય છે, તેમ છતાં મધ કદાપિ બગડતું નથી.  મધ પેદા કરવા ઉપરાંત મધમાખીઓમાં બીજી અનેક વિશેષતાઓ હોય છે, જે તેને એક વિશિષ્ટ જીવ બનાવે છે. તે પર્યાવરણના સંતુલનમાં વિશેષ ભૂમિકા નિભાવે છે. 

મધમાખીઓ અત્યંત શ્રમશીલ હોય છે. તે નાનકડો જીવ સતત ઊડતો રહીને એક એક ફૂલ પર કે બેસીને મધ ભેગું કરે છે. એક પાઉન્ડ અર્થાત્ ૪૫૪ ગ્રામ મધ તૈયાર કરવામાં મધપુડાની મધમાખીઓને ૫૫ હજા૨ માઈલની યાત્રા કરીને ૨૦ લાખ ફૂલોમાં થી મધ ભેગું કરવું પડે છે . ૭૬૮ મધમાખીઓ આખી જિંદગી જો મહેનત કરે તો એટલું મધ ભેગું કરી શકે. એક મધમાખી પોતાના જીવનમાં એક ચમચીના બારમા ભાગ જેટલું જ મધ તૈયાર કરી શકે છે. તે એક ચક્કરમાં પ૦ થી ૧OO ફૂલો પર બેસે છે. આપણે ટેસથી મધનો જે આનંદ લઈએ છીએ તે અસંખ્ય મધમાખીઓના અથાક શ્રમનું મધુર ફળ હોય છે.

મધમાખીઓ પોતાનો જે મધપુડો બનાવે છે તે અદ્ભુત હોય છે. તે તેમનું અદ્ભુત કૌશલ્ય બતાવે છે. માણસ ગમે તેટલો પ્રયત્ન કરે, છતાં તેમના જેવો મધપુડો બનાવી શકે નહિ, મધમાખીઓને પાંચ આંખો અને છ પગ હોય છે, તે દર કલાકે ૨૦ માઈલની ઝડપે ઊડે છે, મધપુડામાં ત્રણ પ્રકારની મધમાખીઓ રહે છે. રાણી માખી, શ્રમિક માખી અને નર માખી, જેને ડ્રોન પણ કહેવામાં આવે છે, મધપુડામાં રાણીમાખી કેન્દ્રસ્થાને હોય છે. તે પંદરસોથી બે હજાર ઈંડાં મૂકે છે. શ્રમિક માખીઓ ફૂલોમાંથી પરાગકણ લાવીને તે એમાંથી મધ તૈયાર કરે છે.

મધ માખીમો ડેખ મારે છે. તેમનામાં મરી ફીટવાનું સાહસ પણ હોય છે, જો કોઈ તેમના મધપુડા સાથે છેડછાડ કરે તો તે તેને ડંખ મારે છે. નાના જીવો તો તેનાથી મરી પણ જાય છે. મધપુડાની રક્ષા કરવા માટે તે પોતાનું બલિદાન છે આપતા પણ અચકાતી નથી, નરમાખીમાં ડંખ હોતો નથી. તેની ભૂમિકા પ્રજનન સુધી સીમિત હોય છે. તે પછી તેમના જીવનકાળ પૂરો થઈ જાય છે. મધમાખીઓ સહયોગ, શ્રમ અને એકતાનું અદભુત ઉદાહરણ છે. તેઓ સતત એકબીજા સાથે સંવાદ કરે છે. તેમનું જીવન અત્યંત શિસ્તબદ્ધ હોય છે, ગમે તેવી પરિસ્થિતિમાં તે કામ કરે છે, તેઓ જ્યારે ફૂલો પરથી રાગકણો ભેગા કરે છે ત્યારે કેટલાક પરાગકણો બીજો ફૂલો પર પડે છે. એમાંથી ફળ તૈયાર થાય છે, જો ધરતી પર મધમાખીઓ ન હોય તો આપણને કદાપિ ફૂલો તથા ફળો પ્રાપ્ત ન થાય.

યુગ શક્તિ ગાયત્રી, માર્ચ ૨૦૨૨

You may also like