Home year1998 સુવિચાર અને કુવિચાર

સુવિચાર અને કુવિચાર

by Akhand Jyoti Magazine

Loading

સુવિચાર અને કુવિચાર, હૃદયમાં સ્વાર્થ અને ત્યાગની ભાવના વચ્ચે હંમેશાં યુદ્ધ ચાલતું રહે છે. સ્વાર્થ કહે છે કે સઘળું આપણા માટે જ લઈ લેવું જોઈએ. આપણા માટે જ રાખી લેવું જોઈએ અને બધાં સુખસાધનો આપણે એકલાએ જ ભોગવવાં જોઈએ. ત્યાગની ભાવના કહે છે કે, સંસાર આપણો નથી, પરમાત્માનો છે. એટલા માટે તેમાંથી ચોરી ના કરવી જોઈએ, તેની રખેવાળી કરવી જોઈએ, આપણને રખેવાળ કે માળી બનીને મોકલવામાં આવ્યા છે. એટલા માટે આ બગીચાની રખેવાળી કરવી, તેનું સિંચન કરવું એ જ આપણું કર્તવ્ય છે.

આ બંને પ્રકારના વિચારો મનમાં જોરશોરથી ઊઠે છે અને અંદરોઅંદર ટકરાય છે. ક્યારેક એક છવાઈ જાય છે તો ક્યારેક બીજો. આધ્યાત્મિક દષ્ટિએ આ જ કળિયુગ અને સતયુગ છે. જ્યારે માણસ ખરાબ વિચારોમાં ઘેરાયેલો હોય તો, સમજી લેવું કે એ કલિયુગનો સમય છે અને જ્યારે ત્યાગની ભાવનાઓ બળવત્તર હોય ત્યારે એ માણસ, એ સમય સતયુગી છે એમ સમજી લેવું.

Reference: યુગ શક્તિ ગાયત્રી, ૧૯૯૮

Follow this link to join my WhatsApp group:
https://chat.whatsapp.com/DXVpvufZ1rMG6weuxRoIvJ

You may also like

Leave a Comment