Home year2016 તણાવમુક્ત જીવન જીવો

તણાવમુક્ત જીવન જીવો

by Akhand Jyoti Magazine

Loading

એક ગામમાં એક માણસ આવ્યો પણ એ ગામના લોકોની જીવન શૈલી જોઈને તેને સારું ન લાગ્યું. તેણે જોયું કે લોકો માટે ધન જ સર્વસ્વ થઈ ગયું છે. તેઓ ફક્ત ધન માટે શ્રમ કરે છે, આરામ અને મનોરંજનનું તેમના જીવનમાં કોઈ સ્થાન નથી. તેણે નિશ્ચય કર્યો કે જીવનનાં સુખ સાથે તેમનો પરિચય કરાવીશ.

આ ઉદ્દેશ્યથી તેણે ત્યાં એક પ્રદર્શન ગોઠવ્યું. તેમાં અલગ-અલગ પ્રકારના અરીસા મૂકવામાં આવ્યા. તેણે વિચાર્યું કે બની શકે કે પોતાનું વિચિત્ર પ્રતિબિંબ જોઈને તેઓ હસતાં શીખી જાય.

પછી એવું જ થયું.
ગામવાસીઓ પ્રદર્શન જોવા આવ્યા. ખૂબ જ ઉત્સુકતાથી તેઓ દરેક અરીસા સામે ઊભા રહેતા અને તેમાં પોતાનું પ્રતિબિંબ જોઈને હસી હસીને બેવડ વળી જતા. પ્રદર્શનના છેલ્લા દિવસે એ યાત્રીએ સભા બોલાવી અને એ પ્રદર્શન વિશે લોકોના અનુભવ પૂછડ્યા. પ્રત્યેક વ્યક્તિએ એ જ કહ્યું કે અમે જીવનમાં પહેલી વાર ખૂલીને હસ્યા છીએ.

ત્યારે એ વ્યક્તિએ ગામવાસીઓને કહ્યું – શ્રમ આવશ્યક છે પરંતુ આરામ અને સ્વસ્થ મનોરંજન પણ આવશ્યક છે. સતત ચાલનાર થાકી જાય છે. હારી જાય છે. ગામવાસીઓને તનાવમુક્ત દીર્ઘાયુ જીવનનો મંત્ર મળી ગયો.

સંદર્ભ: યુગ શક્તિ ગાયત્રી, નવેમ્બર: ૨૦૧૬

Follow this link to join my WhatsApp group https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6

https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6

You may also like

Leave a Comment