Home year1998 ઈશ્વરમાં વિશ્વાસ કરો

ઈશ્વરમાં વિશ્વાસ કરો

by Akhand Jyoti Magazine

Loading

આપણા હૃદયનાં દ્વાર ખોલીને ઈશ્વરશક્તિનો તેમાં પ્રવેશ કરવા દેવો તે આપણા હાથમાં છે. આ વિષયમાં આપણને જેટલો વધારેમાં વધારે ભરોસો થતો જશે ત્યારે આપણામાં પહેલાં કરતાં વધારે શક્તિ પ્રગટ થયેલી લાગશે.

જો ઈશ્વરમાં વિશ્વાસ રાખીને કામ કરીશું તો તેઓ આપણી દરેક પ્રકારે મદદ કરશે. જેમ કે જે લોકો ભલાઈ પસંદ કરે છે, તેઓની ભલાઈ માટે સંસારની બધી વસ્તુઓ એકઠી થઈને કાર્ય કરે છે, આ સમયે ભય અને દુઃખ આપણામાંથી જતું રહે છે અને તેની જગ્યાએ શ્રદ્ધા અને આપણી શક્તિમાં વિશ્વાસ થઈ જાય છે. તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો તેના જેવી કોઈ શક્તિ સંસારમાં નથી.

જેને ઈશ્વરમાં વિશ્વાસ છે તે દરેક પ્રકારનું દુઃખ સહન કરી શકે છે. આવી વ્યક્તિ શ્રદ્ધા અને આત્મશક્તિના આધારે જેવી રીતે ધીમી સુગંધિત હવા લઈને પ્રસન્ન થાય છે, તેવી રીતે ગંભીરતા અને શાંત ચિત્તે દરેક પ્રકારનાં તોફાનનો સામનો કરી શકે છે. જે માણસને ઈશ્વરમાં સંપૂર્ણ વિશ્વાસ છે અને એવી શાંતિ મેળવી ચૂક્યો છે, તે જ તેના અસ્તિત્વનો અનુભવ કરી શકે છે અને પોતાના આત્મવિશ્વાસને નીચેના શબ્દોમાં રજૂ કરી શકે છે.

‘કોઈપણ તોફાન મારી જીવનની નાવને પ્રતિકૂળ રસ્તા ઉપર લઈ જવાને અને મારા ભાગ્યને પલટી શકવાને શક્તિમાન થઈ શકતું નથી, જેવી રીતે દરિયો સ્વયંને ઓળખે છે અને પર્વત ઉપર ઉત્પન્ન થતા ઝરણાને નદીમાં પરિવર્તિત કરીને પોતાની તરફ આકર્ષિત કરે છે, તેવી રીતે પવિત્ર અને આનંદમય આત્મા તરફ પણ સારી વસ્તુઓ જ આકર્ષિત થાય છે.’

– પં. શ્રીરામ શર્મા આચાર્ય

સંદર્ભ: યુગ શક્તિ ગાયત્રી, ૧૯૯૮

Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/DXVpvufZ1rMG6weuxRoIvJ

You may also like

Leave a Comment