134
રાજ કુમવર્માને દારૂ પીવાની લત લાગી. ધીરે ધીર તેનામાં બીજા પણ ઘણા દોષો ઉમેરાતા ગયા. રાજ સ્વભાવે ચીડિયો અને ખુશામતપ્રિય બની ગયો. આ દોષને કારણે નિષ્પક્ષ ન્યાય આપવાનું સંભવિત ન રહ્યું અને રાજ્યમાં અનીતિનું આચરણ વઘવા લાગ્યું. જનતા ચીંતિત બની અને સૌએ મળીને મંત્રી પરિષળે તેમની જવાબદારીઓની યાદ તાજી કરાવી. મુખ્યમંત્રીએ રાજને વસ્તુસ્થિતિની જાણ કરી અને મંત્રી પરિષદે વ્યવસ્થા સંભાળી લીધી. રાજ ક્રોધે ભરાયો પણ જનતાના મંત્રી પરિષદે સમર્થન આગળ તેનું કાંઈ ન ઉપજયું. યુવરાજ શંભુ વર્મા ને ગુરુકુળના વિદ્યાભ્યાસનો સમય પૂરો થતાં જ બોલાવીને તેનો રાજ્યાભિષેક કરી દેવામાં આવ્યો. કુમવર્મા માટે રાજ્યથી દૂર સામાન્ય નાગરિકની જેમ જીવન નિર્ગમન કરવાની વ્યવસ્થા કરી દેવામાં આવી.
Reference: યુગ શક્તિ ગાયત્રી, માર્ચ 2002