આપણાં પોતાનાં દ્વાર બંઘ હોય તોકોઈ શું આપી શકશે ? સૂર્યનો પ્રકાશ ઘરમાં ત્યારે જ દાખલ થશે કે જ્યારે બારણાં ખુલ્લાં હશે. પ્રભુની કૃપા વરસે અને આપણી અંદર દાખલ થવાનો રસ્તો ન મળે તો તે નકામી જશે. સાધનામાં માગણીનું નહિ પણ. પાત્રતા, મેળવવાનું મહત્ત્વ છે. જેઓ આ વાત સમજે છે તેઓ ખાલી હાથે રહેતા નથી.
આંગણામાં બે માટીના ઘડા હતા. એકનું મોં આકાશ તરફ અને બીજાનું ઘરતી તરફ. વરસાદ આવ્યો. જે ઘડાનું મોં ઉપર હતું તે ભરાઈ ગયો. જે ઊંધે મોઢે હતો તે ખાલી રહી ગયો. ખાલી ઘડાને બહુ જ ગુસ્સો આવ્યો, અને ભરાયેલા ઘડાને ગાળો દીઘી તથા વરસાદને પણ સંભળાવી દીધું. મોડી રાત સુધી બકવાસ બંઘ ન કર્યો ત્યારે વરસાદે કહ્યું-અભાગીયા ચિઢાઈશ નહિ, ઈર્ષ્યા ના કરીશ, અમારે ત્યાં પાત્રને બધું જ મળે છે. તારું મોં ઉપર તરફ હોત તો તને પણ મળત, મૂર્ખ હજુ પણ વિચાર કર અને તારું મોં ઉપર ઉઠાવ, તને પણ પાણી આપીશ. ઘડો સમજ્યો અને ભૂલ સ્વીકારી લીધી.
Reference: યુગ શક્તિ ગાયત્રી, એપ્રિલ 2002