128
“જ્યાં સુધી હું લીલું હતું મારામાં ફૂલ આવતાં હતાં, ફળ આવતાં હતાં, ત્યાં સુધી આ જ લોકો મારી પાસે ઝોળીઓ લઈને આવતા હતા, સેવા અને સત્કાર કરતા અને આજે જ્યારે હું સુકાઈ ગયો છું ત્યારે જુવો, આ જ લોકો કુહાડો લઈ મને કાપવા આવી રહ્યા છે.” એક વૃક્ષે પોતાના સાથી વૃક્ષને કહ્યું. બીજા વૃક્ષ જવાબ આપ્યો, “આવું વિચારવાને બદલે તમે એવું વિચારો કે મારું મૃત્યુ પણ સાર્થક થયું, જો હજુ પણ હું લોકોની આવશ્યકતાઓ પૂરી કરી શકું છું તો મિત્ર આ સમયે પણ તને કેટલી શાતિ, કેટલો સંતોષ મળત.”
Reference: યુગશક્તિ ગાયત્રી, ઓગસ્ટ 2003