137
- ભાગ્ય એક કોરો કાગળ છે, તેના પર તમે જે ઈચ્છો તે લખી શકો.
- જીવન બહુ મૂલ્યવાન છે, તેને નિરર્થક હેતુઓ માટે ખર્ચી ન કાઢો.
- ઉત્કૃષ્ટ ચિંતન અને આદર્શ કર્તવ્યની નીતિ જ અધ્યાત્મની સાચી સાધના છે
- ક્રોધ કરવો એ ગાંડપણ છે, તેનાથી સત્ય સંકલ્પોનો વિનાશ થાય છે.
- જેમની પાસે સારા વિચારો અને સત્ સાહિત્યનો ભંડાર છે, તે કદીય નિર્ધન કે એકલવાયો નથી રહેતો.
Reference: યુગ શક્તિ ગાયત્રી, માર્ચ 2002