156
એક વૃક્ષની ડાળ પર પોપટ બેઠો હતો અને બીજી ડાળ પર બાજ બેઠો હતો. પોપટને જોઈને બાજ અકડાઈમાં બોલ્યો કે અરે પોપટ, સારું છે કે મારું પેટ ભરેલું છે, નહિ તો હું ક્ષણવારમાં તારા ટુકડા કરી નાબત અને તું આ રીતે મારી સામે બેસી ના શકત. પોપટે કહ્યું, “તમે સાચું કહો છે કે તમે મારા કરતાં વધારે શક્તિાળી છો, પરંતુ શક્તિની શોભા દુર્બળ પર પોતાની તાકાત બતાવવામાં નહિ, પરંતુ પડેલાને ઉભો કરવામાં રહેલી છે. નિર્બળનું ભક્ષણ તો કોઈ પણ કરી શકે છે, પરંતુ તેનું રક્ષણ કરવું એ જ બળવાનની જવાબદારી છે.” બાજને આજે સાચી વાત સમજાઈ અને તેણે પોતાના વિચારોમાં પરિવર્તન કરી લીધું.
Reference: યુગ શક્તિ ગાયત્રી, જુલાઈ 2014