151
પર્વત પરથી નદી વહેવા લાગી. શિલાખંડોએ કહ્યું, આગળ ન જઈશ. સૂકી ઘરતીમાં સુકાઈને તારું અસ્તિત્વ જ ખતમ થઈજશે. પરંતુ નદી તો શાંતભાવે વહેતી રહી. તેણે તો તુષિતો સુધી પાણી પહોંચાડવાનું હતું. તે સુકાઈ નહીં તેને એક એક કરીને અન્ય પ્રવાહો મળતા ગયા અને તે વિશાળ બનતી ગઈ. વિતરણ કરવાથી તે વધી જ ઘટી નહિ.
Reference: યુગ શક્તિ ગાયત્રી, માર્ચ 2002