Home Gujarati Lust – today’s society biggest problem – વાસના – આજના સમાજની સૌથી મોટી સમસ્યા

Lust – today’s society biggest problem – વાસના – આજના સમાજની સૌથી મોટી સમસ્યા

by

Loading

મહારાજ યયાતિ આમ ઘણા જ વિદ્વાન અને જ્ઞાનવાન રાજ હતા, પરંતુ દુર્ભાગ્યવશ તેમને વાસનાઓનો રોગ લાગી ગયો અને તે તેની તૃપ્તિમાં નિમગ્ન થઈ ગયા. સ્વાભાવિક હતું કે જેમ જેમ તેઓ આ અગ્નિમાં આહુતિ આપતા ગયા તેમ તેમ તે વધારે પ્રચંડ થતી ગઈ અને એ સમય જલદી આવી ગયો, જયારે એમનું શરીર ખોખલું અને હાડકાંઓ ઢીલાં પડી ગયાં. બધાં જ પુણ્યો નાશ પામ્યાં, દીકરી પ્રત્યે અત્યાચારી સાબિત થયા, પરમાર્થનો અવસર ગુમાવ્યો અને મૃત્યુ પછી યુગો સુધી કાચિંડાની યોનિ મેળવી, પરંતુ વાસનાની પૂર્તિ થઈ ન શકી. પાંડુ જેવા બુદ્ધિમાન રાજ પાંડુ રોગની સાથે વાસનાના કારણે જ આકસ્મિક મૃત્યુ પામ્યા. શાંતનુ જેવા રાજાએ ઘડપણમાં વાસનાને વશીભૂત થઈને પોતાનાં મહાન પુત્ર દેવવ્રત- ભીષ્મ જેવાને ગૃહસ્થ સુખથી વંચિત રાખ્યો. વિશ્વામિત્ર જેવા તપસ્વી અને ઈન્દ્ર જેવા દેવતા વાસનાના કારણે જ તપભ્રષ્ટ અને વ્યભિચારી બની પાપી થયા. વાસનાનું વિષ નિઃસંદેહ ઘણું જ ભયંકર હોય છે. જેના શરીરનું પોષણ પામે છે, તેનાં લોક-પરલોક પરાકાષ્ઠા સુધ્ધાં બગાડી નાંખે છે. આ વિષથી બચતા રહેવામાં મનુષ્યનું કલ્યાણ છે.

Reference: યુગ શક્તિ ગાયત્રી, મેં 2002

You may also like