૨૧મી સદીની સંપૂર્ણ વ્યવસ્થા એકતા અને સમતાના સિદ્ધાંતો પર આધારિત હશે. દરેક બાબતમાં એ જ સિદ્ધાંતોની બોલબાલા જોવા મળશે. આપણે અત્યારથી તેને અનુરૂપ તૈયારીઓ શરૂ કરીએ એમાંજ આપણું હિત રહેલું છે. બ્રહ્મમુહૂર્તમાં ઊઠીને પોતાનું નિત્યકર્મ આટોપી લેનારા સૂર્યોદય થતાં જ પોતાનું કાર્ય કરવા લાગે છે, જ્યારે મોડે સુધી સૂઈ રહેનારા લોકોનાં અનેક મહત્ત્વના કામો રખડી પડે છે.
મારી લડાઈ લોકો સાથે નહિ, પરંતુ અનાચાર સામે હશે. હું રોગીઓને નહિ, પરંતુ રોગોને મારીશ. પાંદડાં તોડવાના બદલે થડમાંજ ઘા કરીશ. ભાવિ મહાભારત એક જુદા જ યુદ્ધાકૌશલ્યથી લડાશે. હું પ્રવાહો સામે ઝઝૂમીશ, પ્રવાહોને બદલી નાખીશ અને અનાચારનો વિરોધ કરીશ.
– પરમ પૂજ્ય ગુરુદેવ
Reference: યુગ શક્તિ ગાયત્રી, જાન્યુઆરી 2022