જે સમાજમાં થોડાક લોકો સુખસગવડો ભોગવતા હોય અને બીજ બઘાને અભાવગ્રસ્ત જીવન જીવવું પડે તે સમાજમાં પોતાના સ્વાર્થમાં રચ્યાપચ્યા રહેનાર અને બીજની ઉપેક્ષા કરનાર પણ પરોક્ષ રીતે દંડ ને પાત્ર ગણાય છે.
ન્યુયોર્કના પ્રસિદ્ધ મેયર લો ગાર્ડિયા ન્યાયાધીશ પણ હતા. એમની શેરીમાં એક એવા ગુનેગારને હાજર કરવામાં આવ્યો છે જેને રોટલી ચોરવાના ગુના માટે પકડવામાં આવ્યો હતો. પૂછતાં પેલા ગુનેગારે જણાવ્યું કે મારા પરિવારના ગુજરાન માટે બીજો કોઈ વિકલ્પ ન દેખાતા મેં રોટલી ચોરવાનો ઉપાય અજમાવ્યો. કાયદા મુજબ ન્યાયાલીસે તેને દસ ડોલરનો દંડ કર્યો, પરંતુ એ રકમ વસુલ થવાની કોઈ આશા ન હતી. તેથી કચેરીમાં હાજર રહેલા લોકોને એમણે પચાસ-પચાસ સેન્ટનો દંડ એટલા માટે કર્યો કે પોતાના દેશમાં આટલી ગરીબી ફેલાયેલી હોવા છતાં તેઓ મોજશોખમાં રહેતા હતા. આ રીતે કુલ ૮ ડોલર ભેગા થયા. એમાં પોતાના તરફથી બે ડોલર ઉમેરીને લો ગાર્ડિયાએ ફેંસલામાં લખ્યું‘‘આટલી બધી ગરીબી અને બેકારી હોવાના કારણે આ નગરના મેયરને પણ દડ થવો જોઈએ.”
Reference: યુગ શક્તિ ગાયત્રી, જાન્યુઆરી 2022