Home Gujarati Story

Story

by

Loading

કલકત્તામાં એકવાર ભયંકર દુકાળ પડ્યો હતો. મનુષ્યોની સાથે સાથે પશુ પક્ષીઓ પણ મરી રહ્યાં હતાં. કલકત્તામાં રહેતા મોહનદાસ નામના એક શેઠ અત્યંત ધનવાન હતા. તેઓ ખૂબ દયાળુ અને ભગવાન શ્રીકૃષ્ણના સાચા ભક્ત હતા. ભૂખથી મરતા લોકો તથા પ્રાણીઓને જોઈને તેમનું હૃદય વ્યાકુળ થઈ ગયું. તેમાં તેમણે મુનીમને તિજોરીમાંથી પૈસા લઈને એ પૈસાથી અનાજ તથા લીલોચારો ખરીદીને ગરીબ તથા ભૂખ્યા લોકો અને પશુઓને વહેંચી દેવાનું કહ્યું. શેઠજીનો આવો આદેશ સાંભળીને તેમનો પુત્ર ખૂબ દુખી થઈ ગયો. તેને લાગ્યું કે આખી જિંદગી ખૂબ મહેનત કરીને ભેગી કરેલી પૂંજી મારા પિતાજી લુંટાવી રહ્યા છે. એ મૂડી પર તો ખરેખર મારો અધિકાર છે. પુત્રનો ચહેરો જોઈને શેઠજી તેની મનઃસ્થિતિ સમજી ગયા. તેમણે પુત્રને સમજાવતાં કહ્યું કે જો મારી પાસે ધન હોવા છતાં હું લોકોને ભૂખે મરવા દઉં અને તેમને અનાજ ન આપું તો મર્યા પછી હું ભગવાનને કઈ રીતે મોઢું બતાવી શકીશ? બધા જીવો ભગવાને જ બનાવ્યા છે. તેમનામાં ભગવાનનો જ અંશ છે. આથી તેઓ મારા માટે ભગવાન સમાન જ છે. મારું બધું જ ધન મારા ઈષ્ટદેવ ભગવાન કૃષ્ણનું જ છે. હું તો માત્ર તેમનો મુનીમ છું આ ધનથી જો ભૂખ્યા લોકો તથા બીજાં પ્રાણીઓના જીવ બચી જશે તો મારું ધન ભેગું કરવાનું સાર્થક થઈ જશે.

Article is from June 2021 Yug shakti Gayatri Gujarati

You may also like