141
રાજકુમાર એક ચિત્તાનો પીછો કરી રહ્યો હતો. તે ઘવાઈને ઝાડીઓમાં છુપાઈ ગયો હતો. રાજકુમાર ઘોડાને ઝાડીની આજુબાજુ ફેરવી રહ્યો હતો, પરંતુ છુપાયેલા ચિત્તાને બહાર કાઢવામાં તેમને સફળતા મળતી ન હતી.
ખેડૂતની છોકરી આ દશ્ય જોઈ રહી હતી. તેણે રાજકુમારને કહ્યું, “ઘોડો દોડાવવાથી અમારાં ખેતર ખરાબ થઈ રહ્યાં છે. આપવૃક્ષની છાયામાં બેસો, ચિત્તાને હું મારીને લઈ આવું છું. તે એક મોટો ઝંડો લઈને ઝાડીમાં ઘૂસી ગઈ અને મલ્લયુદ્ધ કરી ચિત્તાને પછાડી દીધો. તેને ઢસડીને તે બહાર લઈ આવી અને રાજકુમારની સામે પટકી દીધો.
આ પરાક્રમ જોઈ રાજકુમાર દંગ રહી ગયો. તેણે ખેડૂતને વિનંતી કરી અને તે છોકરી સાથે વિવાહ કર્યો. પ્રખ્યાત યોદ્ધો હમ્મીર આ સ્ત્રીની કૂખે જન્મ્યો હતો. માતાઓને અનુરૂપ સંતાનનું નિર્માણ થાય છે.
Reference: યુગ શક્તિ ગાયત્રી, સપ્ટેમ્બર 2003