176
ઉદ્યાનમાંફરતાં ફરતાં એકદમ રાજા વિક્રમાદિત્યે મહાકવિ કાલિદાસને કહ્યું “આપ કેટલા પ્રતિભાશાળી છો, મેધાવી, પરંતુ ભગવાને તમારું શરીર પણ બુદ્ધિને અનુરૂપ સુંદર કેમ ન બનાવ્યું?” કાલિદાસ રાજાની રૂપ ગર્વોકિત સમજી તો ગયા. પરંતુ કશું ન બોલ્યા. રાજમહેલમાં આવીને કાલિદાસે બે પાત્ર મંગાવ્યાં, એક સોનાનું અને એક માટીનું બંનેમાં પાણી ભરી દેવામાં આવ્યું. થોડીવાર પછી કાલિદાસે પૂછયું. – “રાજન! કયા પાત્રનું પાણી ઠંડું છે.” રાજા બોલ્યા – “માટીના પાત્રનું” ત્યારે હસીને કાલિદાસ બોલ્યા, – “જેવી રીતે શીતળતા પાત્રની બાહ્ય સુંદરતા પર નિર્ભર નથી, તેવી જ રીતે પ્રતિભા પણ શરીરની આકૃતિ ઉપર નિર્ભર નથી, વિદ્વત્તા અને મહાનતાનો સંબંધ શરીર સાથે નહીં આત્મા સાથે છે.”
Reference: યુગશક્તિ ગાયત્રી, ઓગસ્ટ 2003