વીરપુર (ગુજરાત)માં એક ખેડૂત હતા જલારામ. તેઓ ખેતી કરતા હતા. જે અનાજ ઉત્પન્ન થતું, તેનો ઉપયોગ દીન-દુઃખી અને સંત-મહાત્માઓ માટે કરતા. તેઓ ખેતરમાં કામ કરતા અને તેમનાં પત્ની ભોજન બનાવતાં. ઘરે સદાવત ચાલતું. તેમના માથે બાળકોની કોઈ જવાબદારી ન હતી.
તેમની ઉદારતાની પરીક્ષા લેવા એક દિવસ ભગવાન સાધુવેશમાં આવ્યા. તેમણે કહ્યું કે તેમનો સામાન આગળના તીર્થ સુધી પહોંચાડવાનો છે. કોઈ વ્યવસ્થા કરો. જલારામ પાસે કોઈ મજૂરની વ્યવસ્થા તો હતી નહીં. તેમનાં પત્ની તે સામાનને માથા ઉપર મૂકી ચાલી નીકળ્યાં. જલારામ અડધો દિવસ ખેતરમાં કામ કરતા અને બાકીના સમયમાં ભોજન બનાવી જમાડતા. – સંતના રૂપમાં આવેલ ભગવાનની પરીક્ષા પૂરી થઈ ગઈ. તેઓ થોડેક જ આગળ જઈ અદય થયા. તે મહિલાને અન્નપૂર્ણા ઝોળી આપતા ગયા. ઘરે આવી એ ઝોળીને એક ઓરડીમાં લટકાવી દીધી. તે ઓરડીમાંથી કયારેય અનાજની અછત થઈ નથી, આજે પણ હજારો લોકો તે અન્નપૂર્ણા ઝોળીનો પ્રસાદ લેવા આવે છે.
Reference: યુગ શક્તિ ગાયત્રી , ઓક્ટોબર 2003