149
આત્મસમ્માન પ્રાપ્ત કરવાનો અને સુરક્ષિત રાખવાનો એક જ માર્ગ છે, તે એ છે કે ઈમાનદારીને જીવનની સર્વોપરી નીતિ બનાવી લેવામાં આવે. તમે જે કંઈ પણ કામ કરો, તેમાં સચ્ચાઈની પર્યાપ્ત માત્રા હોવી જોઈએ. લોકોને જેવો વિશ્વાસ જગાવો છો, એ વિશ્વાસનું રક્ષણ કરો. વિશ્વાસઘાત, દગાબાજી, બોલેલું ફરી જવું, કહેવું કંઈક કરવું કંઈક એ માનવતાનો સૌથી મોટો ગુનો છે. આજકાલ વચન આપી ફરી જવું એક ફેશન થઈ રહી છે, પરંતુ ખરેખર તો પોતાના વચનનું પાલન ન કરવું, જે વિશ્વાસ ઊભો કરવામાં આવ્યો છે, તેને પૂરો કરવો એ ઘણું જ ભયાનક, આત્મઘાતી સામાજિક પાપ છે. ધર્મ આચરણની અ,આ,ઈ, ઈ વચન પાલનથી શરૂ થાય છે. આ પ્રથમ સીડી છે, જેના ઉપર પગ મૂકીને જે કાંઈ મનુષ્ય ધર્મ તરફ, આધ્યાત્મિકતા તરફ વધી શકે છે.
Reference: યુગશક્તિ ગાયત્રી, ઓગસ્ટ 2003