મધુવ્રત નામનો એક વૈશ્ય મહારાજ સમુદ્ર દત્ત ને ત્યાં નોકરી કરતો હતો. એક દિવસ મધુવત જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો કે તેને એક અવાજ સંભળાઈ પડ્યો – “સાત ઘડા ધન લઈશ?” કોઈ દેખાયું નહીં, પરંતુ લાલચુ મધુવર્લે ‘હા’ કહી દીધું. અદશ્ય અવાજે કહ્યું, “જાઓ, તારા ઘરે પહોંચાડી દેવામાં આવશે.” મધુવર્ત ઝડપથી ઘર તરફ ચાલી નીકળ્યો. ઘરે પહોંચતાં જ તેની પત્નીએ સાત ઘડા ધનના શુભ સમાચાર તેને સંભળાવ્યા. મધુવનેં ઘણા જ આનંદ સાથે સાત ઘડા ઓને જોયા, છ ઘડાતો પૂરા ભરેલા હતા, પરંતુ એક થોડો ખાલી હતો તેણે વિચાર્યું, આ પણ પૂરો ભરેલો હોવો જોઈએ અને જે પહેલાંની કમાણી બચાવીને રાખી હતી તે પણ, બધી જ તેમાં નાંખી દીધી, છતાં પણ તે ખાલી જ રહયો. હવે કરકસરથી રહીને મધુવર્ત બચત કરીને તેમાં મૂકવા લાગ્યો. રાજાને પગાર વધારવાનું કહ્યું, તે પણ વધારી દેવામાં આવ્યો.
રાજાએ તેની હાલત જોઈને એક દિવસ પૂછી નાંખ્યું – “કયાંક સાત ઘડા ધન નથી ળઈ આવ્યો.” મધુવતે બોલ્યો – “હા, મહારાજ ” મહારાજ સમુદ્ર દત્ત બોલ્યા – “તે પાછું આપી આવ અન્યથા તારી હાલત આવી ખરાબ જ રહેશે.” મધુવ્રત એવું જ કર્યું અને તે સ્થાન પર જઈને કહી દીધું – “તમારા ઘડા લઈ લો.” સાતેય ઘડા ઘરેથી ગાયબ થઈ ગયા. તેની સાથે જ મધુવ્રતની કમાણી જતી રહી. પછીથી મહારાજે જણાવ્યું કે એ ધન યક્ષનું હતું. તેણે મને પણ કહ્યું હતું, પરંતુ મેં ના કહી હતી.
ખરેખર લોભ અને તૃષ્ણા યક્ષની જેમજ માયાવી હોય છે. એ મનુષ્યનાં સુખ; શાંતિ અને જીવનનો સહજ આનંદ છીનવી લે છે.
Reference: યુગ શક્તિ ગાયત્રી, સપ્ટેમ્બર 2003
Credit: People illustrations by Storyset