143
ઓરડાના ખૂણામાં મીણબત્તી સળગી રહી હતી અને બીજા ખૂણામાં અગરબત્તી. મીણબત્તીએ તિરસ્કારપૂર્વક અગરબત્તીને કહ્યું કે હું કેટલી ભાગ્યશાળી છું કે ચારેય બાજુ મારો જ પ્રકાશ ફેલાઈ રહ્યો છે અને બધા મને જ જુએ છે. અગરબત્તીએ કહ્યું કે તારી વાત સાચી છે, પરંતુ પરીક્ષાના મુશ્કેલ સમયમાં ધીરજ અને સાહસપૂર્વક જો તું અડગ રહી શકે તો જ તારા પ્રકાશની સાર્થકતા છે. મીણબત્તી પોતાના અભિમાનમાં મત્ત હતી. તેણે અગરબત્તીની વાત તરફ કોઈ ધ્યાન આપ્યું નહિ. એટલામાં જ પવન ફુકાયો. એનાથી મીણબત્તી હોલવાઈ ગઈ, પરંતુ અગરબત્તી વધારે ઝડપથી પોતાની સુગંધ ફેલાવવા લાગી. જે પ્રકાશ પવનના એક નાનકડા સપાટાનો સામનો ના કરી શકે તે શા કામનો?
ક્ષણિક ઉપલબ્ધિ બદલ અહંકાર કરવો તે મૂર્ખ લોકોનું કામ છે.
Reference: યુગ શક્તિ ગાયત્રી, જુલાઈ 2014