251
અત્યારે આપણે જે સમયમાં જીવી રહ્યા છીએ તે યુગપરિવર્તનનો સમય છે. પહેલાં પણ યુગપરિવર્તન થયું હતું. તેને સામૂહિક વિકસિત ચેતના કહી શકાય. તે ચેતના બગડેલી પરિસ્થિતિને સુધારવા માટે આયોજનબદ્ધ રીતે નવી વ્યવસ્થા કરવા અને પ્રાણવાન પ્રતિભાઓને ભેગી કરીને યુગધર્મને નિભાવવાનો સરંજામ પૂરો પાડે છે. આ પ્રવાહનું નામ જ અવતાર છે. આજે એ જ મહાકાળની પ્રબળશક્તિ યુગપરિવર્તન માટે નવી પરિસ્થિતિ પેદા કરી રહી છે. જાગ્રત આત્માઓએ સમયને ઓળખીને પોતે પણ એ માટે નિષ્ઠાપૂર્વક પ્રયાસો કરવા જોઈએ. શ્રેય મેળવવાનો તથા અવતારી સત્તાના સહયોગી બનવાનો આ જ યોગ્ય સમય છે.
Reference: યુગશક્તિ ગાયત્રી, સપ્ટેમ્બર 2021