મેરી રીડ અમેરિકાથી ખ્રિસ્તી મિશન અંતર્ગત ભારતમાં સેવારત રહેવા માટે આવી હતી. તેમને મહિલા શિક્ષણનું કાર્ય સોંપવામાં આવ્યું, પરંતુ પિથૌરાગઢ પ્રવાસના સમયે તેમણે જોયું કે ભારતમાં કોઢીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. ન કોઈ તેમનો સંપર્ક રાખે છે, નચિકિત્સા ઉપર ધ્યાન આપે છે. રીડે પોતાની ચિકોઢી સેવામાં વ્યકત કરી. મિશને એવો જ પ્રબંધકરી આપ્યો. તેઓ ઉત્તરપ્રદેશના પહાડી ક્ષેત્રનો પ્રવાસ કરીને કોઢીઓને એકત્રિત કરવા અને તેમનોચિકિત્સાની સાથે તેમને અધ્યાપન અને સ્વાવલંબન પણ શીખવવા લાગ્યાં. રોગીઓને ઘણી જ રાહત મળી. લોકોએ અનુભવ પણ કર્યો કે આપણે આપણા દેશવાસીઓ માટે કશું જ કરતા નથી અને વિદેશી ધર્મનું મૂળ સમજીને કેટલો સેવા-ધર્મ નિભાવે છે.
મેરી રીડ કુષ્ઠપ્રધાન વાતાવરણમાં રહેતાં રહેતાં, પોતાને પણ તે રોગ લાગુ પડી ગયો. તેમને પાછાં અમેરિકા બોલાવવામાં આવ્યાં. પરંતુ તેમણે એવું કહી ઈન્કાર ફર્યો કે મેં મારું સંપૂર્ણ જીવન ઉદ્દેશ્યોને માટે સોંપ્યું છે. તેમાંથી પાછાં પગલાં ભરી શકતી નથી. તે સ્વયં પીડિત થઈ ગયાં, પરંતુ તે રોગના રોગીઓનાં કલ્યાણ માટે જે સંભવ હતું, આજીવન કરતાં રહ્યાં.
Reference: યુગ શક્તિ ગાયત્રી, સપ્ટેમ્બર 2003