રાજા પ્રસેનજિતની પુત્રી વિપુલા બગીચામાંફરવા માટે ગઈ હતી. તે એટલી બધી રૂપવાનહતી કે દરેક યુવક તેને મેળવવા માટે વ્યાકુળહતો. અરિહંતનામના એક સંન્યાસીરાજાના ઉદ્યાનમાંરોકાયા હતા. તેઓ ભગવતી સરસ્વતીનીવંદનામાં મગ્ન હતા. રાજાના ઉદ્યાનનોખૂણેખૂણો તેમજ દિવ્યસંગીતથી ભાવવિભોર બની ગયો હતો. વિપુલાપણ એ સંગીત તરફ ખેંચાવાલાગી. તે સંગીત સાંભળીને આપોઆપ જ તેના પગ નૃત્ય કરવા લાગ્યા. એમ ને એમ થોડાક કલાક પસાર થઈ ગયા. સંન્યાસી પ્રત્યે આકર્ષિતથઈને વિપુલાએપોતાના ગળામાંપહેરલો હાર સંન્યાસીના ગળામાં નાખી દીધો. અરિહંત તો ભક્તિરસમાં ભાન ભૂલી ગયા હતા. તેમના ગળામાં માળા પડતાં જ તેમણે આંખો ખોલી. તેમણે તરત જ તે માળા ઉતારીને રાજકુમારીને પાછી આપી દીધી.
મહારાજ અને મહારાણીને આ વાતની ખબર પડતાં તેઓ ઉદ્યાનમાં આવી પહોંચ્યાં. તેમણે અરિહંતને કહ્યું કે વિપુલાએ આપનું વરણ કર્યું છે તે ખૂબ સૌભાગ્યની વાત છે. આપ રાજકુમારી સાથે લગ્ન કરો અને અડધા રાજ્યના સ્વામી બનો. અરિહંતે બે હાથ જોડીને પ્રસેનજિતને કહ્યું, “રાજનું એક સંન્યાસી હોવાના નાતે હું તો પહેલેથી જ પ્રભુના પ્રેમમાં પડી ચૂક્યો છું. હવે તો મારું જીવન એમની જ સાધના માટે તપશ્ચર્યા કરવા સમર્પિત કરી દીધું છે.” રાજકુમારીએ એમનાં આવાં વચનો સાંભળીને નિશ્ચય કર્યો કે ભલે મારાં લગ્ન અરિહંત સાથે ન થાય, પરંતુ હું ભક્તિના આદેશ મુજબ જ મારું જીવન જીવીશ. આમ તે વાસના પર ભક્તિનો વિજય થયો.
Reference: યુગ શક્તિ ગાયત્રી, જુલાઈ 2014