143
રાજા અંબરીશ વનમાં થઈને ક્યાંક જઈ રહ્યા હતા. તેમણે રસ્તે જોયું કે એક યુવક ખેતરમાં ખેડી રહ્યો છે તથા ખૂબ મસ્તીથી ભગવાનનું ભજન ગાઈ રહ્યો છે. રાજા તેનાથી ખૂબ પ્રભાવિત થયા. તેમણે યુવકને કહ્યું કે તારી ભક્તિની મસ્તી જોઈને હું બહુ પ્રસન્ન થયો છું. તારી આ મસ્તીનું રહસ્ય શું છે ?
યુવકે કહ્યું કે રાજ! હું મહેનત કરીને કમાઉં છું અને નિરંતર ભગવાનને યાદ કરીને સંતુષ્ટ રહું છું. હું દરરોજ એક રૂપિયો કમાઉં છું. એમાંથી ચાર આના બાળકો માટે અને ચાર આના માતાપિતા માટે ખર્ચ છું. ચાર આનાનું દાન કરું છું બાકી વધેલા ચાર આનાથી મારા કુટુંબનું પાલનપોષણ કરું છું. એટલે હું હંમેશાં પ્રસન્ન રહું છું. રાજાને તે અભણ ખેડૂતની પ્રસન્નતાનું રહસ્ય સમજાઈ ગયું.
Reference: યુગ શક્તિ ગાયત્રી, જાન્યુઆરી 2022