રાજા જનક મહેલની અગાશીમાં સૂતા હતા. હંસ-હંસી અટારીની ઉપરની દીવાલ પર બેસી વાર્તાલાપ કરવા લાગ્યાં. હંસી બોલી – ‘આ સમયમાં સૌથી મોટો બ્રહાજ્ઞાની રાજા જનક છે.” હંસ વાત કાપતાં બોલ્યો – ‘તું રેકયને જાણતી નથી. આ સમયનો સૌથી મોટો બ્રહાવેત્તા તે છે.” હંસીએ પૂછયું – “આ રેકય કોણ છે?’ હંસ બોલ્યો – ‘અરે! એ જ ગાડીવાળો રેકય, જે ગાડી ખેંચીને વજન ઊંચકે છે અને માગ્યા વગર નિર્વાહ કરે છે.’
જનક અર્ધનંદ્રામાં હતા. તેઓ પક્ષીઓની ભાષા જાણતા હતા. તેથી હંસ-હંસીની વાર્તા ધ્યાનપૂર્વક સાંભળવા માટે પડખું બદલ્યું. અવાજ સાંભળતાં જ યુગલ ચોંકી ઉઠયુ અને ઊડી ગયું. વાત અધૂરી રહી ગઈ. રાજાની ઊંઘ ઊડી ગઈ. રેકય કોણ છે? કયાં રહે છે જે તેની સાથે કઈ રીતે સંપર્ક ઉરી શકાય? આ વિચાર તેમને બેચેન ફરી રહ્યો હતો. સવાર થતાં જ દરબાર ભરાયો. રાજાએ સભાસદોને ગાડીવાળા રેયની વાત કરી અને શોધી કાઢવાનો આદેશ કર્યો. એકદમ જ દોડધામ થઈ ગઈ.
ઘણી જ મુશ્કેલીપૂર્વકની દોડધામપછી રેકયના સમાચાર મળ્યા. રાજદૂતો એ તેને જનકનગરી આવવાનો અનુરોધ કર્યો. જેનો તેણે અસ્વીકાર કર્યો. મારે રાજા સાથે શું લેવા-દેવા. મારી જવાબદારીનો નિર્વાહ કરું કે જ્યાં ત્યાં ભાગતો ફરું?
દૂતોએ સમગ્ર વિવરણ કહી સંભળાવ્યું. જનક જાતે જ મળવાને ચાલી નીકળ્યા અને જ્યાં રય ગાડી ખેંચી-ધકેલી નિર્વાહ કરતા અને સાધના-સેવાનો સમવત ક્રમ ચલાવતા હતા, ત્યાં પહોંચ્યા. રાજાએ આટલા મોટા બ્રહ્મજ્ઞાનીને આવું કષ્ટસાધ્ય જીવન જીવતાં જોયા, તો દ્રવિત થઈ ઊડ્યા. સુવિધા-સાધનો માટે તેને ધનરાશિ રજૂ કરી. અસ્વીકાર કરતાં રેકય બોલ્યા, “રાજન! આ દરિદ્રતા નથી, બ્રહ્મવેત્તાનો અપરિગ્રહ છે, જેને ગુમાવી બેસવાથી તો મારા હાથમાંથી બ્રહ્મતેજ પણ ચાલું જશે.’
તત્ત્વજ્ઞાનનાં અનેક મર્મ રહસ્યોને સત્સંગથી જાણ્યા પછી જનક એ વિચાર સાથે પાછા આવ્યા કે વિલાસી નહીં, અપરિગ્રહી જ સાચો બ્રહ્મજ્ઞાની હોઈ શકે છે. તેમને નવી દિશા મળી. તે દિવસથી તેમણે પોતાના હાથે ખેતી કરી, હળ ચલાવવાની નવી યોજના બનાવી અને શ્રમ ઉપાર્જનના આધારે નિર્વાહ કરતા રહી રાજપાટ ચલાવતા રહ્યા.
Reference: યુગ શક્તિગાયત્રી , ઓક્ટોબર 2003
Credit: Hand drawn vector created by freepik – www.freepik.com