વાલિનો પુત્ર અંગદ, જેને મરતી વખતે વાલિ, ભિગવાન રામને સોંપી ગયો હતો. તે પોતાના પિતાની ઈચ્છા મુજબ શ્રીરામના કાર્યમાં સદાય તત્પર રહેતો. અંગદ, રામની સેનાના વરિષ્ઠ સેનાપતિઓમાંનો એક હતો. રાવણની સભામાં જઈને પોતાના બળ-પરાક્રમનું પ્રદર્શન કરીને તેણે સૌને આશ્ચર્યચકિત કરી મૂક્યા. ખુદ રાવણ પણ તેના પડકારનો સામનો ન કરી શક્યો. નાના એવા ઘર્માત્માનું બળ અનીતિમાન સેનાપતિથી પણ અધિક હોય છે.
નલ અને નીલ વાનરસેનાના કુશળ એન્જિનિયર હતા. તેમણે આરામ કર્યા વિના સમુદ્ર પર પુલ બાંધી ને તૈયાર કર્યો. સમુદ્ર પર પુલ બાંઘવાથી માંડીને રાવણની સાથે યુદ્ધ કરવા સુધી રામસેનાનો પ્રત્યેક વાનર પોતાના જીવનની પરવા ન કરતાં કામ કરતો રહ્યો.
વાનરો અલ્પ શક્તિશાળી હતા, તો પણ તેમણે અઘર્મનો વિરોઘ કરવામાં પોતાનું સર્વસ્વ સમપી દીધું અને રાક્ષસો વડે પોતે માર્યા જશે તે બાબતની સહેજ પણ ચિંતા ન કરી. આવા શૂરવીર ઘર્માત્માનું જીવન જ આ સંસારમાં ઘન્ય મનાય છે.
Reference: યુગ શક્તિ ગાયત્રી, માર્ચ 2002