155
એક રાજ્યમાં એવો નિયમ હતો કે લોકો રાજાની પસંદગી કરતા અને તેને દસ વર્ષ સુધી રાજ્ય કરવાની તક આપવામાં આવતી. દસ વર્ષ પછી રાજાને એક નિર્જન ટાપુ પર મોકલી દેવામાં આવતો. ત્યાં કોઈ પણ જાતનાં સાધનસગવડો ન હોવાથી રાજાનું મૃત્યુ થઈ જતું. આ રીતે રાજા બનવાના મોહમાં અનેક લોકો પોતાનો પ્રાણ ગુમાવી ચૂક્યા હતા. એકવાર એક બુદ્ધિમાન માણસ તે રાજ્યનો રાજા બન્યો. રાજગાદીએ બેસતાંની સાથે જ તેણે રાજ્યના વિકાસનાં અનેક કાર્યો કર્યા. તેણે પેલા નિર્જન ટાપુ પર ખેતી શરૂ કરાવી અને થોડાંક ભવનો પણ બનાવડાવ્યાં. ત્યાં લોકોને પણ વસાવ્યા. દસવર્ષ પછી રાજાને તે ટાપુ પર મોકલી દેવામાં આવ્યો, પરંતુ પોતાની દીર્ધદષ્ટિના કારણે રાજાને કોઈ પણ મુશ્કેલીનો સામનો કરવો ના પડ્યો. આપણે પણ પરભવની તૈયારી અત્યારથી જ કરવી જોઈએ.
Reference: યુગશક્તિ ગાયત્રી, સપ્ટેમ્બર 2021