એક રાજા કોઇક સાધુને પોતાનો રત્નભંડાર બતાવવા લઇ ગયો. કીમતી રત્નોનો પરિચય કરાવ્યો. સાથે સાથે એ પણ જણાવ્યું કે એના સંરક્ષણ માટે કેટલા સશસ્ત્ર સૈનિકો પહેરો ભરે છે.
સાધુએ ઉપેક્ષાપૂર્વક એ તરફ નજર કરીને કહ્યું- “મેં તમારાં આ રત્નો કરતાં પણ મોટું રત્ન જોયું છે. એના માટે પહેરો પણ ભરવો પડતો નથી. સાથે સાથે તે એ વ્યક્તિના જીવન નિર્વાહ જેટલી સાધન સામગ્રી પણ પૂરી પાડે છે.”
રાજા આશ્ચર્યમાં પડી ગયો અને પેલું રત્ન જોવા અધીરો થઈ ગયો. સાધુ તેને પોતાની સાથે લઈ ગયા. એક ઝૂંપડીમાં જઈને એક ડોશીની અનાજ દળવાની ઘંટી બતાવીને કહ્યું-“તમારી પાસે પથ્થરના જે ટુકડા છે એના કરતાં આ પથ્થર અનેકગણો મોટો છે કારણ કે તે લોટ આપે છે તથા એ દળનારનું પેટ પણ ભરે છે. એને કોઈ ઝવેરીની કે પહેરેદારોની જરૂર પણ પડતી નથી.”
આ સાંભળી રાજા શરમિંદો થઇ ગયો.
યુગ શક્તિ ગાયત્રી, ફેબ્રુઆરી ૧૯૯૩
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6