164
સૂફી સંત રાબિયા બીબીની ઈશ્વર ભક્તિ ઘણે દૂર સુધી પ્રખ્યાત હતી. તે રાતદિવસ પ્રભુના ધ્યાનમાં ડૂબેલી રહેતી હતી.
ઇબલીસ તે સમયમાં ઘણો નાસ્તિક હતો. એક દિવસે કોઇએ તેને પૂછ્યું, “તમે ઇબલીસની નિંદા કરો છો કે નહીં ?”. રાબિયા બીબીએ વિનમ્ર ભાવે કહ્યું, “મને ઉપાસનામાંથી નવરાશ મળતી નથી, વધુમાં મારામાં પણ સેંકડો બુરાઈઓ ભરેલી છે. તેને સુધારું કે બીજાના દોષદર્શનમાં મારો સમય વ્યર્થ બગાડું.” તે સજ્જન રાબિયા બીબીના ભક્તિભાવથી ખૂબ જ પ્રભાવિત થયા અને બીજાઓની કદી પણ બુરાઈ ન કરવાની પ્રેરણા લઇને ઘેર ગયા.
યુગ શક્તિ ગાયત્રી, નવેમ્બર ૧૯૯૬
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6