બાર વર્ષનો બાળક પોતાના સાથીઓ સાથે મેળેા જોવા નિકળી પડ્યો. તેની પાસે વાપરવા માટે માત્ર બે જ પૈસા હતા. પૈસાની એને કયાં પડી હતી, તેને તો મેળો જોવો હતો. પૈસાને શું કરવા હતા. મેળો તો આંખોથી જોઇ શકાતો હતો. પૈસાથી તો માત્ર વસ્તુ ખરીદી શકાય તેમ હતું, કોઇ વસ્તુઓ તેને ખરીદવી પણ ન હતી.
પિતાનું દેહાવસાન નાની ઉંમરે જ થયું હતું. માતાની પાસે કાંઈ એટલું બધું ધન ન હતું કે તેને મેળામાંથી વસ્તુઓ ખરીદવા મળી શકે. બાળકને માતા પાસેથી જે પ્રેમ પ્રાપ્ત હતો. એ પૈસાની ગણનામાં કંઇ અનેક ગણેા હતેા. માતા તો તેના પિતાને ત્યાં રહેતી હતી. પેાતે દાદા પાસે પૈસા માટે હાથ ધરે એ તેને સ્વીકાર્યું ન હતું.
મેળો બીજા ગામમાં હતો. તેનું ગામ અને જ્યાં મેળો ભરાતો હતો. તેની વચ્ચે ગંગા નદીનું અર્ધો માઈલ લાંબુ પટાંગણ પડયું હતું. એક પૈસો ગંગા પાર કરતા નાવવાળાને આપી દીધો. એક પાછા ફરતી વખતે કામ આવે માટે પેાતાની પાસે રાખ્યો.
આખો દિવસ પેટ ભરીને મેળો જોયો. કોઇ સાથીએ રમકડાં લીધાં તો કાઈએ વળી મિઠાઈ ખાધી તેા કોઇ વળી ઝુલામાં બેઠા, તેના એક સાથીને એક શિક્ષાપ્રદ પુસ્તક જોઇ તે લેવાનું મન થયું પણ તેની પાસે એક પૈસો ઓછો હતો. બાળકે પોતાની પાસે રહેલો એક પૈસો પોતાના સાથીને આપી દીધો. હવે તેની પાસે એક પૈસો પણ ન હતેા.
ખૂબ ફર્યો, સાથીઓ સાથે મેળો જોવાનો ખૂબ આનંદ આવ્યો. કોઇએ તેને મિઠાઇ ખાવાનો આગ્રહ કર્યો, પણ તેમ કરવાની તેણે મનાઈ કરી દીધી, તેણે મનોમન કહ્યું, મિઠાઇ ન ખાઉં તો પણ કામ ચાલવાનું છે. માત્ર ખારાક વિના જ ન ચાલે. માતાની પાસે મિઠાઈ માટે પૈસા પણ ક્યાં છે ? તો પછી મિઠાઈ ખાઈને શા માટે મારી આદત બગાડવી.
હવે સાંજનો સમય થવા આવ્યેા. દરેક બાળક પોત પોતાના ઘરે પરત જવા ઉત્સુક હતા. આ બાળક માત્ર તેઓની સાથે જવાનું પસંદ કરતો ન હતો. દરેક જણ પાછા ફર્યા, પણ બાળક તેા ત્યાં જ રહ્યો. તેણે કહ્યું, “તમે લેાકેા જાઓ, મારે તો હજી વધારે મેળો જોવો છે.”
કારણ તેા માત્ર એક જ હતું કે તેની પાસે નાવમાં બેસવા માટે હવે એક પાઇ પણ ન હતી. પોતાના સાથીઓને આ વાતની ખબર પડવા દેવાની તેની ઇચ્છા ન હતી.
જ્યારે બધા જ બાળકો ચાલ્યા ગયા, ત્યારે એ બાળક ગંગા કાંઠે આવ્યો. તેણે ગંગાને બે હાથ જોડી વંદન કર્યું, પેાતાની દુબળી કાયા સામે નજર કરી. હાથની મજબુતાઇનો ખ્યાલ આવ્યો અને એણે પાણીમાં ઝંપલાવ્યું. બાર વર્ષનો એ બાળક પોતાના સાહસના બળ પર અર્ધો માઇલ ગંગાના ઠંડા પાણીને તરીને પાર કરી ગયો. બહાર નિકળ્યા પછી એ ખૂબ થાકી ગયો હતો પણ તેના હૃદયમાં ખૂબ જ પ્રસન્નતા હતી.
આ બાળક બીજુ કોઈ નહિં, સ્વર્ગીય લાલ બહાદુર શાસ્ત્રીજી હતા. જે એક સાધારણ વ્યકિતમાંથી પ્રગતિ કરતાં કરતાં આપણા દેશના પ્રધાન મત્રી બન્યા અને દેશના ગૌરવને વધાર્યું. આવા સાહસી વ્યક્તિઓ જ વિશ્વ માનવને કાંઇક આપી શકે છે.
યુગ શક્તિ ગાયત્રી, ફેબ્રુઆરી ૧૯૭૩
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6