આજે આ સંસારમાં અસંખ્ય દેવીદેવતાઓ છે. તેમને આજ સુધીમાં ભાગ્યે જ કોઈએ જોયાં હશે. કેટલાંક દેવીદેવતાઓને થોડા ઘણા લોકો માનતા હશે. વળી તેમની પૂજાવિધિ પણ અલગ અલગ જોવા મળે છે. એના પરિણામે પૂજાઉપાસનાની બાબતમાં વિરોધાભાસ જોવા મળે છે.
પરંતુ પ.પૂ. ગુરુદેવે આપણને એક એવા દેવતાનો પરિચય કરાવ્યો છે કે તે બધા વિગ્રહોથી પર છે. જો સાચી રીતે તેની ઉપાસના કરવામાં આવે તો તેની કૃપા તથા વરદાન અવશ્ય પ્રાપ્ત થાય છે. એ દેવનું નામ છે – આત્મદેવ.
પૂજ્ય ગુરુદેવે કહ્યું છે કે જે કોઈ પોતાના વ્યક્તિત્વને ઉત્કૃષ્ટ બનાવે છે અને જે પોતાના ચિંતન, ચરિત્ર તથા વ્યવહારને પવિત્ર તથા શુદ્ધ બનાવે છે તેમની ઉપર આત્મદેવની અનુકંપા અવશ્ય વરસે છે.
આત્મદેવની ઉપાસના કરવા માટે આપણે આપણી ભાવનાઓ, આસ્થા તથા માન્યતાઓને નિરંતર શુદ્ધ કરવી પડે છે. જેટલા પ્રમાણમાં આપણે આપણા વ્યક્તિત્વનું શુદ્ધીકરણ કરીએ છીએ એટલા પ્રમાણમાં આત્મદેવની કૃપા મેળવવાના અધિકારી બનીએ છીએ.
પોતાની અંદર રહેલા દેવતાને જગાડવા જોઈએ, પોતાના મનને સાધવું જોઈએ અને પોતાના વ્યક્તિત્વને શ્રેષ્ઠ બનાવવું જોઈએ. આ જ આત્મદેવની ઉપાસનાનો મૂળમંત્ર છે.
યુગ શક્તિ ગાયત્રી, એપ્રિલ ૨૦૨૩
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6