કલકત્તા હાઇકોર્ટના જજ સ્વર્ગસ્થ શ્રી ગુરૂદાસ બેનરજી એક વખત વાઇસરોય સાથે, કાનપુરથી કલકત્તા જવા માટે મુસાફરી કરી રહ્યા હતા. કલકત્તા વિશ્વવિદ્યાલય કમીશન સંબધી કેાઇ જરૂરી ચર્ચાને માટે વાઇસરૉયે તેમને પેાતાના જ ડબ્બામાં બોલાવી લીધા. વાતચીત દરમિયાન ભોજનનો સમય થયો ત્યારે વાઇસરાયે તેમને પણ લેાજન લેવા માટે આગ્રહ કર્યો. બેનરજી સાહેબે ઉત્તર આપ્યો— “હું રેલગાડીમાં કશું ખાતો નથી, થોડું ગંગાજળ પાસે રાખું છું એને પી લઉં છું.”
વાઇસરોયના માન્યામાં ન આવ્યું, કે આટલી બધી પ્રગતિશીલ વ્યક્તિ પણ ધાર્મિક માન્યતાઓનું આટલી ચુસ્ત રીતે પાલન કરી શકે છે. તેમણે કહ્યું–“તો પછી આપના પુત્રને જ ભેાજનને સ્વીકાર કરવાનું કહેા.” પરંતુ પુત્રે પણ ઇન્કાર કરતાં કહ્યું—“મારી પાસે ઘરની બનાવેલી થોડી મિઠાઇ છે એનો નાસ્તો કરી લીધો છે. બીજી કોઇ વસ્તુ હું નહી લઉં.”
વાઇસરોય આશ્ચર્યચકિત બની ગયા, તેમણે કહ્યું- “આપ લોકો ઉપવાસ કરી રહ્યા છો, હું પણ ભોજન શી રીતે લઇ શકું ?” વાઈસરૉયના હુકમથી ગાડીને અલાહાબાદમાં રોકી દેવામાં આવી. ત્યાં બેનરજી અને તેમના પુત્રે ત્રિવેણી સ્નાન કર્યું, ત્યાર પછી જ ગાડી આગળ વધી. સ્નાન કરીને પાછા આવ્યા પછી તેમણે વાઇસરેાયનો આભાર માનતાં કહ્યું-“થેાડું ખાઈ લેવાથી કોઇની જાતિ જતી રહે એ સંબંધમાં મારી કોઇ માન્યતા નથી, પરંતુ આ નિયમોના પાલનથી આત્મસંયમ અને શિસ્તનું શિક્ષણ મળે છે. એટલા માટે જ અમારા ધર્મ અને સંસ્કૃતિમાં આવી જે બાબતો છે એમનો મેં હૃદયથી સ્વીકાર કર્યો છે.”
યુગ શક્તિ ગાયત્રી, જાન્યુઆરી ૧૯૭૩
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6