95
પૂજારી નિયત સમયે પૂજા કરવા આવતો અને આરતી કરતાં કરતાં તે ભાવવિહ્વળ બની જતો. પણ ઘરે જતાં જ તે પોતાનાં પત્ની – બાળકો પ્રત્યે કઠોર વ્યવહાર કરવા લાગતો.
એક દિવસ તેનો નાનો દીકરો પણ સાથે ગયો. પૂજારી સ્તુતિ કરી રહ્યો હતો. “પ્રભુ ! તમે સૌને પ્રેમ કરનાર, સૌના પર કરુણા વરસાવનાર છો.’’
હજી એ એટલું જ બોલ્યો ત્યાં જ બાળક બોલી ઊઠયો, “પિતાજી ! જે ભગવાન પાસે આટલા દિવસ રહેવા છતાંપણ આપ કરુણા અને પ્રેમ ન શીખી શક્યા, એ ભગવાન પાસે રહેવાથી શું લાભ ?’’ પૂજારીને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તે દિવસથી તે આત્મનિરીક્ષણ અને આત્મસુધારમાં લાગી ગયો.
ભગવાનના ગુણોનું કીર્તન જ નહિ, તેને જીવનમાં ઉતારવાનો પણ પ્રયાસ કરવો જોઈએ.
યુગ શક્તિ ગાયત્રી, માર્ચ ૨૦૦૬
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6