એકવાર ઋષિ અત્રિ પોતાના આશ્રમમાંથી નીકળીને કોઇ એક ગામમાં ગયા. આગળનો રસ્તો ખૂબ જ ગીચ ઝાડીવાળો અને હિંસક પ્રાણીઓના ભયવાળો હતો. આથી અત્રિએ એ જ ગામમાં એક ગૃહસ્થને ત્યાં રાતવાસો કર્યો.
બ્રહ્મચારીના વેષમાં જોઇને ગૃહસ્થીએ તેમની આગતા-સ્વાગતા કરી તથા ભોજન માટે નિમંત્રણ આપ્યું. અત્રિએ જયારે જાણી લીધું કે આ કુટુંબનો દરેક સભ્ય બ્રહ્મસધ્યાનું પાલન કરે છે. કોઇનામાં કોઇ પ્રકારનો દુર્ગુણ નથી ત્યારે તેમણે આમંત્રણ સ્વીકારી લીધું.
ભોજન વગેરે પતાવીને અત્રિએ પેલા ગૃહસ્થને પ્રાર્થના કરી. “દેહિ મે સુખદાં કન્યામ” આપની સુખદા કન્યા મને આપો. જેથી હું પણ મારુ ઘર વસાવી શકું.” એ જમાનામાં વર પોતે કન્યા શોધવા જતા હતા. કન્યાઓને વરની શોધ કરવા જવું પડતું ન હતું. એ સમયે સ્ત્રીનું ગૌરવ પુરુષ કરતાં વધારે હતું.
પેલા ગૃહસ્થે પોતાની પત્ની સાથે ચર્ચા-વિચારણ કરી. અત્રિનાં પ્રમાણપત્રો જોયાં તથા એમના વંશ વિશે જાણકારી મેળવી. જયારે પતિ-પત્ની અત્રિ ઉપર ખુશ થયાં ત્યારે અગ્નિની સાક્ષીમાં પોતાની કન્યાનો સંબંધ અત્રિ સાથે જોડી દીધો.
અત્રિ પાસે તો કશું જ હતું નહીં આથી તેમને ગૃહસ્થ સંચાલન માટે શરૂઆતમાં સહયોગના રૂપમાં અનાજ, કપડાં પથારી, થોડુંક ધન તથા ગાય આપી વિદાય કર્યા. થોડીક જરૂરી ધરવખરી લઇ અત્રિ પોતાના ઘરે ગયા અને સુખપૂર્વક રહેવા લાગ્યા.
આજ અત્રિ અને અનસૂયાએ દતાત્રેય જેવા બાળકને જન્મ આપ્યો. ભગવાનને પણ એક દિવસ તેમની સામે ઝૂકી જવું પડયું.
યુગ શક્તિ ગાયત્રી, નવેમ્બર ૧૯૮૯
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6