એક વ્યક્તિ બાણ બનાવવાની વિદ્યામાં પારંગત હતો. તેના દ્વારા બનાવાયેલાં બાણ અદ્ભુત હતાં.
આ કળા શીખવા માટે એક લુહાર તેની પાસે ગયો. તેણે લુહારને પાસે બેસીને ગંભીરતાથી તેની કાર્યપદ્ધતિ જોવા માટે કહ્યું.
તે વખતે એક જાન વાજાં સાથે સામે આવેલી સડક પરથી નીકળી. વિદ્યાર્થીએ તેનું વર્ણન કર્યું. બાણ બનાવનારે કહ્યું, “મને ન ત્યારે જોવાની ફુરસદ હતી, ન અત્યારે સાંભળવાની નવરાશ છે. સમગ્ર તત્પરતાથી અને અભિરુચિથી કામ કરવું, એ જ કામને અદ્ભુત બનાવવાનું રહસ્ય છે.”
શીખવા આવનાર સમજી ગયો અને એકાગ્રતાનો અભ્યાસ કરવા લાગ્યો. આ કાર્યમાં જેટલી સફળતા મળી, તેટલાં જ બાણો ઉત્તમ બન્યાં, આ જ આદર્શ દરેક વિદ્યા-વ્યસનીને પણ લાગુ પડે છે, શિક્ષણના હેતુથી, સૂત્ર જ્યાંથી પણ મળે, તેનો સ્વીકાર કરી લેવો જોઈએ.
યુગ શક્તિ ગાયત્રી, જૂન ૨૦૦૩
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6