એક કરોળિયો હતો. તેણે પોતાને રહેવા માટે જાળું બનાવવાનો વિચાર કર્યો. તેણે રૂમના એક ખૂણામાં જાળું બનાવવાનું શરૂ જ કર્યું હતું કે એક બિલાડી ત્યાં આવી અને તેણે કરોળિયાને કહ્યું – અહીં માખીઓ તો છે નહિ, તારા જાળામાં કોણ ફસાશે ? તું બારી પાસે તારું જાળું બનાવ. કરોળિયાએ બિલાડીનું કહેવું માનીને બારી પાસે જાળું બનાવવાનું શરૂ કર્યું.
ત્યાં જ એક ચકલી ત્યાં આવી અને તેણે કરોળિયાને કહ્યું – તું પણ કેટલો મૂરખ છે ? અહીં તેજ હવા આવે છે, તારું જાળું તો તરત ઊડી જશે. કરોળિયાએ ગભરાઈને એ જાળું પણ અધૂરું છોડી દીધું.
થોડા સમય પછી કરોળિયાએ કબાટની પાછળ જાળું બનાવવાનું શરૂ કર્યું. તેણે થોડુંક જ જાળું બનાવ્યું હતું કે એક કીડો બોલ્યો – આ કબાટ તો બિલકુલ નકામું છે. થોડા દિવસો પછી તે કબાડીમાં જતું રહેશે તો તારી બધી મહેનત નકામી થઈ જશે. કરોળિયાનું એ જાળું પણ અધૂરું રહી ગયું.
વાસ્તવમાં જે લોકો બીજાના કહેવાથી પોતાનું કાર્ય અધૂરું છોડી દે છે, તેમને અસફળતા જ હાથમાં આવે છે. એટલાં માટે કોઈ પણ કાર્ય કરતાં સાંભળવું બધાનું જોઈએ પણ કરતી વખતે ઉદ્દેશ્યનું ધ્યાન રાખવું જોઈએ.
યુગશક્તિ ગાયત્રી, ફેબ્રુઆરી ૨૦૧૭
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6