વિઠ્ઠલ પંડિત કાશી જઈને સંન્યાસની દિક્ષા લઈને ત્યાં જ રહેવા લાગ્યા. જ્યારે ગુરુને ખબર પડી કે એ ગૃહસ્થ જીવનની જવાબદારીઓ છોડીને સંન્યાસી બની ગયો છે ત્યારે એમણે સંન્યાસ દીક્ષાને રદ કરીને ગૃહસ્થ જીવનના પાલનની આજ્ઞા કરી. એમણે કહ્યું, “ગૃહસ્થને બંધન માની એનાથી ભાગો નહિ. એની પાસે સંકળાયેલી આત્મશુદ્ધિની બ્રાહ્મણોચિત સાધના કરો અને પુત્રની આવશ્યકતાને અનુરૂપ સંતાન સમાજને આપવાની જવાબદારી પૂર્ણ કરો.”
વિઠ્ઠલ પંડિતે એ જ કર્યું. જાતિવાળાએ પંડિતજીને જાતિમાંથી બહિષ્કૃત કરી દીધા અને એમના બાળકોને કોઈપણ કામમાં શામેલ થવા દેતા નહિ. જો માર્ગ ભૂલેલ વ્યક્તિ ફરી પોતાના સાચા રસ્તે પાછો ફરે તો એનું સ્વાગત થવું જોઈએ, પરંતુ વિરોધીઓને વિવેકબુદ્ધિ સાથે શો સંબંધ ?
પરંતુ વિઠ્ઠલ પંડિત ગુરુદેવ દ્વારા બતાવેલા ગૃહસ્થાશ્રમના આદર્શો અનુસાર ચાલતા રહ્યા અને બાળકોને શ્રેષ્ઠ સંસ્કારો આપતા રહ્યા.
યુગ શક્તિ ગાયત્રી, માર્ચ ૧૯૯૭
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6