Home year2017 તનાવમુક્ત રહેવાનો ઉત્તમ ઉપાય

તનાવમુક્ત રહેવાનો ઉત્તમ ઉપાય

by Akhand Jyoti Magazine

Loading

એક સંતને એક યુવકે પૂછ્યું – “મહારાજ ! હું મારાં કાર્યોમાં અત્યંત વ્યસ્ત રહું છું. ઉપાસના – સાધના માટે સમય કાઢી શકતો નથી. તનાવ રહેવાને કારણે રાત્રે ઊંઘની ગોળી લઈને સૂવું પડે છે. તનાવ ઓછો કરવાનો કોઈ સરળ ઉપાય બતાવવાની કૃપા કરો.’’

સંતે ઉત્તર આપ્યો – “બંધુ ! સવારે કામ પર જતાં પહેલાં માતા-પિતાનાં ચરણસ્પર્શ કરીને તેમના આશીર્વાદ લો. સાથેસાથે પોતાની કમાણીનો થોડોક અંશ ગરીબો અને અસહાયોની સેવા માટે અર્પિત કરવાનું શરૂ કરો. બસ આ નિયમોના પાલનથી તમારું મન તમારા કાર્યમાં લાગવા માંડશે.”

એ યુવકે એ દિવસથી જ સંતે કહેલી વાતોનું પાલન કરવાનું શરૂ કરી દીધું. થોડાક મહિના પછી જ્યારે તે તેમનાં દર્શન માટે ફરીથી આવ્યો તો પ્રસન્નચિત્ત થઈને બોલ્યો – “મહારાજ ! આપે કહેલી વાતોથી કાર્યોમાં મારું મન લાગવા માંડ્યું છે પરંતુ હજી પણ રાત્રે ઊંઘની સમસ્યાનું સમાધાન થઈ શક્યું નથી.”

સંત બોલ્યા – “મિત્ર ! તમે તમારી દિનચર્યાને વ્યવસ્થિત કરી છે, તેનાથી કાર્યોથી મળનારો તનાવ સમાપ્ત થઈ ગયો છે. પરંતુ નિદ્રાની સમસ્યા પહેલેથી જ મનમાં પડેલા તનાવોને કારણે છે. તેની મુક્તિ માટે તમારે સાધનાત્મક અનુષ્ઠાન કરવાની જરૂર છે. તપ કર્મ કરવાથી પૂર્વસંચિત દુષ્કર્મોનો ક્ષય થાય છે. જેનાથી ચિત્ત નિર્ભાર થાય છે. ચિત્ત હલકું થતાં જ મન આપોઆપ જ શિથિલ થઈ જાય છે.” યુવકે તેમના નિર્દેશનું પાલન કરીને ગાયત્રી અનુષ્ઠાન કર્યું જેનાથી તે તનાવમુક્ત રહેવા લાગ્યો.

Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6

You may also like