સત્સંગમાં વારંવાર ત્યાગના મહત્ત્વનું વર્ણન આવતું હતું. તેને ઈશ્વર પ્રાપ્તિનો માર્ગ કહેવામાં આવતો હતો.
આ ઉપદેશ સાંભળનારાઓમાંથી એક ભાવિક ભક્ત જરાયુદ્ધે પોતાની સમગ્ર સંપત્તિ દાનમાં આપી દીધી. છતાં પણ તેને શાંતિ ન મળી અને ઈશ્વરની પ્રાપ્તિ ન થઈ. જરાયુધ મહાન વિદ્વાન શુકદેવની પાસે પહોંચ્યા અને બોલ્યા, “જનક તો સંઘરાખોર છે, તો પણ તેમને બ્રહ્મજ્ઞાન થયું છે અને મેં બધું જ ત્યાગી દીધું છે, તો પણ શાંતિ મેળવી શક્યો નથી. એનું શું કારણ છે ?” શુકદેવે કહ્યું, “જરૂરિયાતની વસ્તુઓને પરમાર્થના ઉદ્દેશમાં ખર્ચી દેવી તે જ નૈતિક અને સામાજિક કર્તવ્ય છે. આધ્યાત્મિક સ્તરના ત્યાગમાં દરેક વસ્તુનું મમત્વ છોડવું અને તેમને ઈશ્વરની થાપણ સમજવી પડે છે. શરીર અને મન પણ સંપત્તિ છે, તેને ઈશ્વરની થાપણ માનીને તેની ઇચ્છા અનુસાર ઉપયોગમાં લેવામાં આવે તો સમજવું જોઈએ કે સાચો ત્યાગ થયો અને મોક્ષનો માર્ગ મળ્યો.”