એક માણસ ઘેરથી નક્કી કરીને નીક્ળ્યો કે આજે તો મંદિરમાં સો રૂપિયા દાન આપવું છે. પરંતુ મંદિરના પગથિયાં ચઢતાં ચઢતાં વિચાર આવ્યો કે સો રૂપિયા વધુ છે અને નીચે દુકાનદાર પાસેથી સોની નોટના છૂટ કરાવ્યા. મંદિરની અંદર પહોંચતા વિચાર આવ્યો કે પચાસ પણ ન આપું તો પણ કોણ ફરજ પાડે છે ? આ વિચારથી મનને ઘણી રાહત થઈ. વિચાર્યું દસ રૂપિયા આપી દઈશું.
પૈસા આપવાના હતા તેથી સૌથી આગળ બેસી ગયો. પ્રવચન શરૂ થયું, પરંતુ તેના મનમાં તો તે જ હલચલ હતી, વિચાર્યું કે આ રીતે ભાવનામાં તણાઈ જવું જોઈએ નહીં, અહીં તો આપનારા બીજા લોકો પણ ઘણા છે, એક બે રૂપિયા આપવાથી પણ કામ ચાલી શકે છે. દાનપાત્ર ફરવા લાગ્યું અને લોકો પૈસા નાખવા લાગ્યા તો તેણે વિચાર્યું કે કોણ જુએ છે, પચાસ પૈસા પણ નાખી શકે છે. છેવટે લોકોની આંખથી બચીને તેણે માત્ર દસ પૈસાનો સિક્કો દાનપાત્રમાં નાખી દીધો.
મોટાભાગના લોકોની આવી જ મનોવૃત્તિ હોય છે. શુભકાર્યમાં દાન આપતી વેળાએ મન કાંપતું હોય છે.
યુગ શક્તિ ગાયત્રી, ઓગસ્ટ ૧૯૯૬
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6
અમારી વેબસાઈટ સાથે જોડાઓ અને પામો રોચક, પ્રેરણાત્મક પ્રસંગો અને આત્મસુધાર કરે તેવા વિચારો.
www.swadhyay.awgp.org