રાજકુમાર ભદ્રબાહુ સૌંદર્યપ્રેમી હતો. તે સુંદર વસ્તુઓથી પોતાનો મહેલ શણગારતો.
અચાનક એની રૂપવતી પત્નીનું અવસાન થઈ ગયું. ચિતા પર એનું શબ રાખવામાં આવ્યું. છેલ્લાં દર્શન કરતાં રાજકુમારે દુ:ખી મનથી જોયું. રાણીનો ચહેરો અને શરીર કુરૂપ બની ગયું હતું.
સૌંદર્યમાં અચાનક આટલું પરિવર્તન જોઇને ભદ્રબાહુ નું દુ:ખ બમણું થઈ ગયું. આ આકસ્મિક ફેરફારનો ભેદ પૂછવા તથાગત પાસે ગયો.
એ દિવસે આ વિષય પર પ્રવચન ચાલી રહ્યું હતું ‘આત્મા જસુંદર છે’.દિવ્ય દષ્ટિમાં જસુંદરતા છે. દિવ્ય દષ્ટિ હોય ત્યાં સુધી દરેક વ્યકિત અને વસ્તુ સુંદર લાગે છે. દીવો ઓલવાતાં અંધારા સિવાય બીજું શું રહે છે ?
રાજકુમારને સત્યનો બોધ થયો. મહેલમાં આવીને દરેક સુંદર વસ્તુઓ ગરીબોને વહેંચી દીધી. એવી દષ્ટિનો વિકાસ કર્યો કે જે કુરૂપતામાં પણ સૌંદર્યનાં દર્શન કરી શકે.
યુગ શક્તિ ગાયત્રી, જાન્યુઆરી ૧૯૮૮
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6