એક પ્રસિદ્ધ સંત મૃત્યુ બાદ સ્વર્ગલોક પહોંચ્યા. ત્યાં દરવાજા પર ચિત્રગુપ્ત તેમના હિસાબના ચોપડા લઈને બેઠા હતા. એમણે સાધુનું નામ, સરનામું પૂછ્યું. સાધુ ગર્વ સહિત બોલ્યા – “શું આપ જાણતા નથી કે હું ધરતીનો અમુક પ્રસિદ્ધ સંત છું?”
“તમે જીવનમાં શું કર્યું ?” ચિત્રગુપ્તે પૂછ્યું – “હું જીવનના પ્રારંભિક ભાગમાં તો લોકોથી પ્રેમ કરતો રહ્યો અને દુનિયાદારીના ચક્કરમાં ડૂબેલો રહ્યો, જીવનના અંતિમ અડધા ભાગમાં મેં બધું જ છોડી તપસ્યા કરી અને પુણ્યલાભ કર્યો.”
ચિત્રગુપ્ત બોલ્યા – “ભાઈ ! તમારાં પુણ્ય તો જીવનના પ્રારંભિક ભાગમાં જ થયાં છે, પાછલા ભાગમાં કશું જ નથી.” સંતે કહ્યું- “આ તો ઊલટી વાત છે. પ્રારંભિક જીવન તો મેં સંસારથી પ્રેમ કરવામાં વીતાવ્યું, જ્યાં સુધી શક્ય બન્યું બધાની સહાયતા કરી, પરંતુ અંતિમ જીવનમાં એકાંતમાં રહીને પરમાત્માની આરાધના કરી, તપસ્યા કરી.”
ચિત્રગુપ્તે સમજાવતાં કહ્યું- “ભાઈ! ધરતી પર પ્રેમ, આત્મીયતા તથા બીજાના હિતમાં લાગી રહેવામાં જ પુણ્ય છે, પૂજા છે અને એ કારણે જ તમને સ્વર્ગની પ્રાપ્તિ થઈ છે.”
યુગ શક્તિ ગાયત્રી, ફેબ્રુઆરી ૧૯૯૯
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6