એક શિકારી તીરકામઠું લઈને શિકાર કરવા નીકળ્યો. પરંતુ કોઈ મોટું જનાવર હાથમાં ના આવ્યું. માંડ એક નાનું સસલું પકડી શક્યો. તેને લઈને તે ઘોડા ઉપર બેસીને ઘર તરફ પાછો નીકળ્યો, પરંતુ તે રસ્તો ભૂલી ગયો. તેથી તેણે ઝાડ નીચે બેસીને પંખીને દાણા નાખી રહેલા એક છોકરાને પૂછ્યું, “તું મને મારા ગામનો રસ્તો બતાવીશ ?”
છોકરાએ જવાબ આપ્યો, “હું બે જ રસ્તા જાણું છું. એક નરકનો, કે જે તમારા જેવા નિર્દયી લોકોને કોઈને પૂછ્યા વગર જ જડી ગયો હોય છે અને બીજો મારી માફક પ્રામાણિકતાનો, કે જે સ્વર્ગ તરફ જાય છે. તમારે જે તરફ જવું હોય ત્યાં બેધડક ચાલ્યા જાવ.
તેની વાત શિકારીના હૃદય સોંસરવી ઊતરી ગઈ. તેણે સસલાને નજીકની ઝાડીમાં છોડી મૂક્યું અને ભવિષ્યમાં શિકાર ન કરવાની પ્રતિજ્ઞા લઈ લીધી.
યુગ શક્તિ ગાયત્રી, માર્ચ ૧૯૯૮
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6